Friday, May 23, 2025
  • About
  • Careers
  • Contact
  • en English
    • en English
    • gu Gujarati
    • hi Hindi
Sawar Sanj News
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Mahisagar
    • Vadodara
    • Surat
    • Valsad
  • India
    • Politics
  • World
  • Entertainment
  • Business
  • Lifestyle
  • Astro
  • Videos
  • E-paper
  • Login
No Result
View All Result
Sawar Sanj News
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Mahisagar
    • Vadodara
    • Surat
    • Valsad
  • India
    • Politics
  • World
  • Entertainment
  • Business
  • Lifestyle
  • Astro
  • Videos
  • E-paper
No Result
View All Result
Sawar Sanj News
Home Gujarat

પ્રધાનમંત્રીના 2023 કેન્દ્રીય અંદાજપત્ર અંગે પ્રતિભાવનો મૂળપાઠ

સમૃદ્ધ અને વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે મધ્યમ વર્ગ જ સૌથી મોટી તાકાત છે.

sawarsanjnews by sawarsanjnews
February 2, 2023
in Gujarat, India, Politics, World
0
પ્રધાનમંત્રીના 2023 કેન્દ્રીય અંદાજપત્ર અંગે પ્રતિભાવનો મૂળપાઠ
0
SHARES
0
VIEWS

અમૃતકાળનું આ પ્રથમ અંદાજપત્ર વિકસિત ભારતના વિરાટ સંકલ્પને પૂરો કરવા માટે મજબૂત પાયો રચવાનું કામ કરશે. આ અંદાજપત્રમાં કચડાયેલા વર્ગોના ઉદ્ધારને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ અંદાજપત્ર ગામ-ગરીબ, ખેડૂત, મધ્યમવર્ગ એમ તમામ આકાંક્ષી સમાજ (એસ્પિરેશનલ સોસાયટી)નાં સ્વપ્ન સાકાર કરશે.

આવા ઐતિહાસિક અંદાજપત્ર માટે હું નાણામંત્રી નિર્મલાજી તથા તેમની સંપૂર્ણ ટીમને અભિનંદન આપું છું.

Related posts

પ્રત્યેક સમાજ નો ઘટક RSS

પ્રત્યેક સમાજ નો ઘટક RSS

December 30, 2024
મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.

December 25, 2024

સાથીઓ,
પરંપરાગત રીતે, પોતાના હાથ, સાધનો અને ઓજાર દ્વારા સખત મહેનત કરીને કાંઇકને કાંઇક સર્જન કરનારા કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે. લુહાર, સુથાર, સોની, કુંભાર, મૂર્તિકાર, કારીગર, મિસ્ત્રી સહિત આવા લોકોની યાદી ઘણી લાંબી છે. આ તમામ વિશ્વકર્માની મહેનત તથા સર્જન માટે આ અંદાજપત્ર દ્વારા પહેલી વખત અનેક પ્રોત્સાહક યોજનાઓ લાવવામાં આવી છે. આ લોકો માટે તાલીમ, ટેકનોલોજી, ક્રેડિટ તથા માર્કેટ સપોર્ટ (વેચાણ સહાય)ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન અર્થાત પીએમ વિકાસ દ્વારા કરોડો વિશ્વકર્માના જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવશે.

સાથીઓ,
શહેરી મહિલાઓથી લઇને ગામડાંમાં રહેતી મહિલાઓ સુધી, વ્યવસાયી મહિલાઓ હોય કે ઘરના કામમાં વ્યસ્ત મહિલાઓ હોય – તેમના જીવનને સરળ બનાવવા માટે તાજેતરના વર્ષોમાં સરકારે ઘણાં પગલાં લીધાં છે. જળ જીવન મિશન હોય કે ઉજ્જવલા યોજના હોય કે પછી પીએમ આવાસ યોજના હોય – એવાં અનેક પગલાં દ્વારા તમામ મહિલાઓને સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધારવામાં આવશે. તે સાથે મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૂપ સ્વરૂપે ઘણું મોટું સામર્થ્યવાન ક્ષેત્ર આજે ભારતમાં વ્યાપક રીતે વિસ્તર્યું છે. તેમને થોડો ટેકો આપવામાં આવે તો તેઓ આશ્ચર્યજનક કામગીરી કરી શકે છે. અને તેથી મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૂપ મારફતે તમામ ક્ષેત્રની મહિલાઓના સર્વાંગી વિકાસ માટે નવી પહેલ કરવા આ અંદાજપત્ર આગવું બળ આપશે. મહિલાઓ માટે એક વિશેષ બચત યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે. વળી જનધન યોજનાની સાથે આ વિશેષ બચત યોજના સામાન્ય પરિવારની ગૃહિણી માતા-બહેનોને ઘણું બળ પૂરું પાડશે.

આ અંદાજપત્ર સહકારી ક્ષેત્રને ગ્રામીણ અર્થવ્યવસ્થાના વિકાસનો આધાર બનાવશે. સરકારે સહકારી ક્ષેત્રમાં દુનિયાની સૌથી મોટી અન્ન સંગ્રહ અર્થાત સ્ટોરેજ ક્ષમતા યોજના બનાવી છે. ઉપરાંત નવી પ્રાથમિક સહકારી સંસ્થાઓ બનાવવાની એક મહત્ત્વાકાંક્ષી યોજનાની જાહેરાત પણ અંદાજપત્રમાં કરવામાં આવી છે. પરિણામે ખેતીની સાથે સાથે દૂધ તથા મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ થશે તેમજ ખેડૂતો, પશુપાલકો તથા માછીમારોને તેમનાં ઉત્પાદનના વધુ ભાવ મળશે.
સાથીઓ,
ડિજિટલ પેમેન્ટની સફળતાને હવે આપણે કૃષિ ક્ષેત્રમાં વિસ્તારવાની છે. આથી આ અંદાજપત્રમાં અમે ડિજિટલ એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની એક મોટી યોજનાની દરખાસ્ત કરી છે. દુનિયામાં હાલ આંતર રાષ્ટ્રીય મિલેટ વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. ભારતમાં મિલેટના અનેક પ્રકાર અને નામો છે. મિલેટ્સ આજે જ્યારે ઘરે ઘરે પહોંચી રહ્યા છે અને સમગ્ર દુનિયામાં તે લોકપ્રિય થઈ રહ્યા છે ત્યારે તેનો સૌથી વધુ લાભ ભારતના નાના ખેડૂતોને મળવાનો છે અને તેથી કોઇક નવી રીતે તેને આગળ વધારવાની આવશ્યકતા છે. તેને નવી અને વિશેષ ઓળખ મળે તે જરૂરી છે. આથી જ હવે સુપર-ફૂડને શ્રી-અન્ન નામ આપવામાં આવ્યું છે. તેના પ્રોત્સાહન માટે પણ ઘણી નવી યોજનાઓ બનાવવામાં આવી છે. શ્રી-અન્નને પ્રાથમિકતા આપવાથી દેશના નાના ખેડૂતો તેમજ ખેતીવાડી કરતા આપણા આદિવાસી ભાઈ-બહેનોની આર્થિક સ્થિતિ પણ સુધરશે તથા દેશવાસીઓને સ્વસ્થ જીવનનો લાભ મળશે.

સાથીઓ,
આ અંદાજપત્ર એક પ્રકારે સ્થિર ભવિષ્યની દિશામાં, પર્યાવરણલક્ષી વિકાસ, પર્વાયવરણલક્ષી અર્થતંત્ર, પર્યાવરણલક્ષી ઊર્જા, પર્યાવરણલક્ષી માળખાકીય સુવિધા તેમ જ પર્યાવરણ આધારિત રોજગારીની દિશામાં અભૂતપૂર્વ વિસ્તાર થશે. અંદાજપત્રમાં અમે ટેકનોલોજી તથા નવા અર્થતંત્ર ઉપર સૌથી વધુ ભાર મૂક્યો છે. આકાંક્ષિત ભારત આજે રસ્તા, રેલવે, મેટ્રો, પોર્ટ, જળ માર્ગો જેવાં તમામ ક્ષેત્રમાં આધુનિક માળખાકીય સુવિધાઓ ઈચ્છે છે. અને તેથી અત્યંત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર આવશ્યક છે. 2014ની સરખામણીમાં માળખાકીય સુવિધાઓ માટે મૂડી રોકાણમાં 400 ટકા કરતાં વધુ વધારો કરવામાં આવ્યો છે. આ વખતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર દસ લાખ કરોડનું અભૂતપૂર્વ મૂડી રોકાણ ભારતના વિકાસને નવી ઊર્જા અને તીવ્ર ગતિ પ્રદાન કરશે. આ મૂડી રોકાણ યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે, પ્રજાના ઘણા મોટા હિસ્સાને આવકની નવી તકો ઊભી કરાવશે. આ અંદાજપત્રમાં વેપારની સરળતા (ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ)ની સાથે સાથે આપણા ઉદ્યોગો માટે ક્રેડિટ સપોર્ટ તથા સુધારણા અભિયાનને આગળ વધારવામાં આવ્યું છે. MSME ક્ષેત્ર માટે વધારાના બે લાખ કરોડની લોન ગેરંટીની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ હવે સંભવિત કર(ટેક્સ)ની મર્યાદા વધવાને કારણે MSMEને પ્રગતિ કરવાની તક મળશે. મોટી કંપનીઓ દ્વારા MSMEને પેમેન્ટની ચૂકવણી સમયસર થાય એ માટે નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

સાથીઓ,
ખૂબ ઝડપથી બદલાઈ રહેલા ભારતમાં આજે વિકાસ-પ્રક્રિયા હોય કે વ્યવસ્થાતંત્ર હોય – દરેક બાબતમાં, જીવનના દરેક ક્ષેત્રમાં ભારતનો મધ્યમ વર્ગ મુખ્ય આધાર બનેલો છે.  જે રીતે ભારતનું યુવાધન દેશ માટે વિશેષ સામર્થ્ય ધરાવે છે એવી જ રીતે આગળ વધી રહેલા ભારત માટે મધ્યમ વર્ગ પણ ઘણી મોટી શક્તિ છે. મધ્યમ વર્ગને સક્ષમ બનાવવા માટે અમારી સરકારે છેલ્લાં કેટલાંક વર્ષમાં એવા ઘણા નિર્ણય લીધા છે જેનાથી સુગમ જીવન – ઈઝ ઑફ લિવિંગ સુનિશ્ચિત થયું છે. અમે કરવેરા ઘટાડ્યા છે. સાથે જ કરવેરા પ્રક્રિયાને સરળ, પારદર્શી તેમજ ઝડપી બનાવી છે. હંમેશાં મધ્યમ વર્ગના હિતમાં કામ કરનારી અમારી સરકારે કરવેરામાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. આવું સર્વ-સ્પર્શી તથા વિકસિત ભારતના નિર્માણને ગતિ આપનારું અંદાજપત્ર રજૂ કરવા માટે હું ફરીથી નિર્મલાજી તથા તેમની સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તથા દેશવાસીઓને પણ ખૂબ શુભેચ્છા પાઠવવા સાથે આહવાન કરું છું કે આવો, આ નવું અંદાજપત્ર રજૂ થયું છે ત્યારે નવા સંકલ્પો સાથે આગળ વધીએ. આપણે 2047માં સમૃદ્ધ ભારત, સમર્થ ભારત, દરેક પ્રકારે સંપન્ન ભારત બનાવીને રહીશું. આવો આ યાત્રાને આપણે આગળ વધારીએ.

ખૂબ ખૂબ ધન્યવાદ.

Previous Post

આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છેઃ પ્રધાનમંત્રી

Next Post

તમામ સ્થાપના દિવસ પર કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી

Next Post
તમામ સ્થાપના દિવસ પર કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી

તમામ સ્થાપના દિવસ પર કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

RECOMMENDED NEWS

આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છેઃ પ્રધાનમંત્રી

આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છેઃ પ્રધાનમંત્રી

2 years ago

Tourists from US, Singapore are frequent users of Airbnb in South Korea

2 years ago

Bawaslu finds Crescent Star Party eligible for Indonesia’s 2019 elections

2 years ago
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં નવા કેસોમાં વૃદ્ધિ

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં નવા કેસોમાં વૃદ્ધિ

2 years ago

FOLLOW US

BROWSE BY CATEGORIES

  • Ahmedabad
  • Business
  • Culture
  • Gujarat
  • India
  • Lifestyle
  • Mahisagar
  • National
  • News
  • Opinion
  • Politics
  • Sports
  • Surat
  • Travel
  • Uncategorized
  • Vadodara
  • World

BROWSE BY TOPICS

2018 League Balinese Culture Bali United Budget Travel Champions League Chopper Bike Doctor Terawan Istana Negara Market Stories National Exam Visit Bali

POPULAR NEWS

  • પ્રત્યેક સમાજ નો ઘટક RSS

    પ્રત્યેક સમાજ નો ઘટક RSS

    0 shares
    Share 0 Tweet 0
  • અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પાસે એક યુવતીએ મોતની છલાંગ લગાવી

    0 shares
    Share 0 Tweet 0
  • વડોદરામાં આવેલ ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમી દ્વારા પોતાનો 72મો સ્થાપના દિવસ (ફાઉન્ડેશન ડે) ઉજવવામાં આવ્યો

    0 shares
    Share 0 Tweet 0
  • લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને પ્રધાનમંત્રીનો જવાબ

    0 shares
    Share 0 Tweet 0
  • ગૌચરની જમીન ઉપર સુરતમાં ચાલતા ‘છબ છબ’ પાર્કને રૂ.157 કરોડ રૂપિયાની નોટીશ

    0 shares
    Share 0 Tweet 0
Sawar Sanj News

Sawar Sanj News is an online news platform that provides a comprehensive coverage of current affairs in the Indian Subcontinent. The platform covers topics related to politics,Crime, Entertainment, Sports, Business and Technology. It is one of the fastest growing news networks in India.

Follow us on social media:

Recent News

  • પ્રત્યેક સમાજ નો ઘટક RSS
  • મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.
  • અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો

Category

  • Ahmedabad
  • Business
  • Culture
  • Gujarat
  • India
  • Lifestyle
  • Mahisagar
  • National
  • News
  • Opinion
  • Politics
  • Sports
  • Surat
  • Travel
  • Uncategorized
  • Vadodara
  • World

Recent News

પ્રત્યેક સમાજ નો ઘટક RSS

પ્રત્યેક સમાજ નો ઘટક RSS

December 30, 2024
મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.

December 25, 2024
  • About
  • Careers
  • Contact

© 2023 Sawar Sanj News - News of All World Title Code : GUJGUJ/17953 Designed & Developed Rtech Digital.

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Mahisagar
    • Vadodara
    • Surat
    • Valsad
  • India
    • Politics
  • World
  • Entertainment
  • Business
  • Lifestyle
  • Astro
  • Videos
  • E-paper

© 2023 Sawar Sanj News - News of All World Title Code : GUJGUJ/17953 Designed & Developed Rtech Digital.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In